19 - વચમાં એક રાત / પન્ના નાયક


સામેની કુંજઘટા
ઉષ્માભર્યો સૂર્ય
ખીલેલાં ભરાવદાર રંગબેરંગી ગુલાબ
સુગંધમાંય કંઈ શોધતો સમીર
ટહુકામાં ફેરવાઈ ગયેલાં પંખીઓ.
બારીના કાચની વધતી જતી પારદર્શકતા—
કોઈના મન જેવી
કોઈનાં લોચન જેવી.


0 comments


Leave comment