20 - કા....લે.... / પન્ના નાયક


કાલે
કોઈક પાછું આવશે—
આંખોના ઉપવનમાં
વસંત મ્હોરતી જોવા—
ત્યારે કદાચ…
મરેલી મંજરી પર બણબણતી હશે
માવઠાની માખીઓ!


0 comments


Leave comment