44 - તન વગરના મનની રહેવાસી નદી / ચિનુ મોદી


તન વગરના મનની રહેવાસી નદી
પથ્થરોના દેવ ને દાસી નદી.

આપણે વરસોવરસ ગાળતાં રહ્યાં
આંખની ક્યારે થતી વાસી નદી ?

નાવમાં બેસી ગયો દરિયો અને
પાર પામી જાય ચોર્યાસી નદી.

હોય ઘોડાપૂર તો પણ શું થયું ?
કોણ જોવા જાય આભાસી નદી.?

પ્હાડનાં ભેદી શિખર મૂકી ‘ચિનુ’
કોણ ચાલે નિત્ય ? સંન્યાસી નદી ?


0 comments


Leave comment