1.3 - સન્ધિરેખા / રમણીક અગ્રાવત


સ્નિગ્ધ સ્નિગ્ધ સાંજની હવા
પાંખમાં ભરી
ઊડતુ ઊડતું ઊડતું છેક ગાઢ વાદળાની માંહ્ય
જાય જાય પંખી,
આંખચસોચસ બીડાય...
કળતી કળતી તૂટી પડી ક્ષારગંધ ઢળકતી
જાળ હલતી રહી કયાંય સુધી
ચીકણી પિંડીમાં ખૂંચી ગયો વિકળ પાક
ભીની ભીની રેતમાં
ચોંટી રહ્યું ક્ષીણ ફીણ
ઢળી પડયો કાંઠો ચત્તો ચળકતો
તીખી તીખી ગંધ પીવે અધમૂવો કરચલો
ધસી આવ્યું છેલ્લું મેાજું
ગળી ગયું પાતળો બોલાશ
ધૂંધળો પવન
ફરી વળ્યો તોડી ફોડી સન્ધિરેખા


0 comments


Leave comment