1.5 - પ્રવેશ / રમણીક અગ્રાવત


રાખોડી ધુમ્મસની ચાદરમાં લપેટાઈ
સવાર ધીમે ધીમે શેરીમાં પ્રવેશે
માત્ર જોયા કરીએ બારીમાં ઊભાં ઊભાં આપણે
આકાશમાંથી થોડાંક સફેદ પંખીઓ
હસીએ ન હસીએ ત્યાં
ચપટીક્ કલરવ છોડતાં ખરી જાય
દૂરનાં વૃક્ષો વચ્ચેથી ઊંચકાતા સૂર્યને
જુઓ ન જુઓ ત્યાં
શેરીના હાથપગ જાગે
હળવે હળવે અવાજના હડસેલા વાગે


0 comments


Leave comment