1.6 - બપોરનું રેલક્રોસિંગ / રમણીક અગ્રાવત


તાડ ઝાડની ટોચે અધમીંચી આંખે બેઠો શકરો
તાડ-થડિયે હગતો હાઈ-વેનો ડ્રાઈવર
ચોકડી પર લુસ લુસ પોરો ખાતી ટ્રક
ટ્રકની પાછળ ટ્રક, પાછળ ટ્રક, રિક્ષા, બસ સ્કૂટર તડકો
રેલક્રોસિંગની ઓરડીમાં
લીલી ઝંડીને ટેકે ઝોકતો સાંધાવાળો
રેલ-લાઈન પર લામ્બોલસ ફળફળતો સૂરજ
વ્હીસલથી કપાય ધડાધડ
વેરણછેરણ કપચી પર ખટખટ તડકો
તડકો તડકો તડકોતડકો તડકોતડકો...


0 comments


Leave comment