1.9 - પલાશ / રમણીક અગ્રાવત


ન કોઈને મળ્યો છે ન કોઈને મળશે
વગડાની છાતીનો કેસરી આતશ
ફાગણમાં
છાતી ચીરી ખડે ભભકતો પલાશ
માટીમાં માટી પલાશ
ઓળખાય છેટેથી એની ટમટમતી જીભથી
પાન ખેરવીને ઊભાં રહી જાય બધાં વૃક્ષો
ઝગ્યાં કરે જંગલમાં
   વાઘની આંખ
   શિયાળની લાળી
   કુહાડીના ઘા
   રાત ઓઢીને ભાગતી ટ્રકની ઘરઘરાટી
   પલાશ


0 comments


Leave comment