26 - છો સમયની એકસરખી ધાક છે / ચિનુ મોદી


છો સમયની એકસરખી ધાક છે
‘શ્વાસ જેવું એક નકટું નાક છે.’

આંખ સાથે દ્રશ્ય બદલાઈ જતાં
બારીઓને સાત ભવનો થાક છે.

આપણે ક્યારે વળી મળવું હતું ?
સ્વર્ગની ઇચ્છા જ ખુદ નાપાક છે.

ચાલચલગત ઓળખી લે દર્પણો
આ બધાં મ્હોરાં બહુ ચાલક છે.

આંગળીને નખ ગયાનો ભય હતો,
તો તને ‘ઇર્શાદ’ શેનો છાક છે ?


0 comments


Leave comment