1.11 - વળી પાછી વસન્ત / રમણીક અગ્રાવત


ઘનશ્યામ વર્ણના લયમાં
ટેકરી પરથી ઢોળાય પવન !
ટેકરીના પાલવમાં હરખપદૂડાં ઝરણાંની દોડધામ
ને વૃક્ષો–
     જળમાં ખેરવે પાંદડાં
     નવગંધિત ડાળીઓ ઝૂકાવે
     લંબાવે મૂળ દૂર દૂર
ઘડી બે ઘડી રેલાઈને ઢળી જતા તરંગ
રોમાંચિત જળચરોનું રવહીન સંઘગાન
પીછાં જેવું નમણું આકાશ છેક જ ઝૂકી ગયેલું
જુઓ ન જુઓ ત્યાં આાંખમાં ધસી પડે !
ચોપાસ, છલોછલ લીલી રમણામાં ગૂંજે
અહાલેક પંચમ વૃષ્ટિની !


0 comments


Leave comment