1.13 - પવન પાતળો રવ / રમણીક અગ્રાવત


હેય હેય હેય હેય...
ઘૂઘવે પવન સમુદ્ર ફૂલની સુગંધ
ઉઘડુ ઉઘડું થતી રહી જાય મુઠ્ઠી બંધ
મને પવન પવન ધકેલ્યા કરે
કાનમાં ઘડી ઘડી કંઈ કહે
જળલિપિ ઉકલ્યાનો આ સંભવ. સંભવ ?
હે..... હેયહેયહેય
ઘૂઘવે પવન સમુદ્ર ફૂલની સુગંધ
ક્યાં દૂરથી આ ઉદગાર કાને પડે
એક અંજલિ ને બધું સજીવન કરે
ફીણફીણફીણફીણફીણફીણ
એક ફૂંકે સહજ તૂટી પડે
ઝૂમતી ઝૂમતી નાવ દૂર સરે
ફૂલ જેમ મત્સ્ય ખીલવા ચાહે
હું કોણ છું ? સમુદ્ર ?
હું કોણ છું ? મત્સ્ય ?
હું કોણ છું ? નાવ ?
હું પવનથીય પાતળો પાતળો રવ રવ રવ રવ,....


0 comments


Leave comment