2.2 - કોઈ સીમાડે / રમણીક અગ્રાવત


કોઈ ઊંડી ઊંડી ઊંઘમાં સપનાને મુકામે
મળ્યાં હશું
હળ્યાં હશું આંખમાં આંખથી બાઝી
લળ્યાં હશું નેણ નમાવી લાજી
કોઈ રૂડી રૂડી વાતમાં-વાતવાતમાં
હામાં હા ભણ્યાં હશું
ક્યાંક ને ક્યાંક તો મળ્યાં હશું...
કોઈ અજાણ્યા ગામે કોઈ અજાણ્યા નામે
કો’ક અજાણ્યા આદમી સામે અમથું હસતાં
યાદ કરીને કૈંક
મનમાં મનમાં ટળવળ્યાં હશું
કોઈ ઊંડી ઊંડી ઉઘમાં સપનાને મુકામે મળ્યાં હશું...


0 comments


Leave comment