શિરીષ પંચાલ

શિરીષ પંચાલ

જન્મ તારીખ :  03/07/1943
જન્મ સ્થળ :  વડોદરા
અભ્યાસ :  ૧) ૧૯૬૪ - બી.એ. (એમ.એસ. યુનિવર્સીટી, વડોદરા)
૨) ૧૯૬૬ - એમ.એ. (એમ.એસ. યુનિવર્સીટી, વડોદરા)
૩) ૧૯૭૯ - પીએચ.ડી. (વિષય : કાવ્યવિવેચનની સમસ્યાઓ, ગાઈડ : સુરેશ જોષી) (એમ.એસ. યુનિવર્સીટી, વડોદરા)
વ્યવસાય :  ૧) ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બીલીમોરાની વી.એસ. પટેલ આર્ટસ અને સાયન્સ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક.
૨) ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક
૩) ૧૯૮૦ થી ૨૦૦૪ તેઓ એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી.

હાલ નિવૃત્ત....
પુસ્તક :
અનુવાદ : ૧) યાયાવર : ભાગ ૧ અને ૨ - ૨૦૦૩
૨) વિરાટ અને.. (સ્ટીફન ઝ્વેગની વાર્તાઓનો અનુવાદ) - ૨૦૦૩
૩) મેટમોફોર્સીસ (ફ્રાન્ઝ કાફકાની વાર્તાઓનો અનુવાદ) - ૨૦૦૩
નવલકથા : ૧) વૈદેહી એટલે જ વૈદેહી - ૧૯૮૭
૨) પરાક્રમો પરેશ નાયકનાં
નિબંધસંગ્રહ : ૧) જરા મોટેથી - ૧૯૮૭
૨) સન્નિધિ સાહિત્યની - ૧૯૯૭
વાર્તાસંગ્રહ : ૧) અંચઈ - ૧૯૯૩, ૧૯૯૭
૨) આયનો - ૨૦૦૪
૩) ગો-વર્ધનમહોત્સવ - ૨૦૦૬
વિવેચન : ૧) નવલકથા - ૧૯૮૪
૨) કાવ્ય-વિવેચનની સમસ્યાઓ (શોધનિબંધ) - ૧૯૮૫
૩) રૂપરચનાથી વિઘટન - ૧૯૮૬
૪) કપોલકલ્પિત - ૧૯૮૮
૫) પશ્ચિમનું સાહિત્ય વિવેચન : પ્રાચીનકાળ - ૧૯૯૨
૬) બ.ક. ઠાકોર (અંગ્રેજી) - ૧૯૯૮
૭) પશ્ચિમનું સાહિત્ય વિવેચન : અર્વાચીનકાળ- ૧૯૯૯
૮) સુરેશ જોષી (અંગ્રેજી) - ૨૦૦૪
૯) બ.ક. ઠાકોર - ૨૦૦૪
૧૦) વાત આપણા વિવેચનની : પૂર્વાર્ધ - ૨૦૦૫, ૨૦૧૨
૧૧) વાત આપણા વિવેચનની : ઉત્તરાર્ધ - ૨૦૧૨
સંપાદન : ૧) માનીતી અણમાનીતી (સુરેશ જોષીની કેટલીક વાર્તાઓ) - ૧૯૮૨
૨) ભાવયામિ (સુરેશ હ. જોષીનાં કેટલાંક નિબંધો) - ૧૯૮૪
૩) સ્વાતંત્ર્યોત્તર ગુજરાત - ૧૯૯૨
૪) સુરેશ જોષી : સંચય (જયંત પારેખ સાથે) - ૧૯૯૯
૫) શોધ નવી દિશાઓની (જયંત પારેખ સાથે) - ૧૯૯૯
૬) ગુજરાતી વાર્તાસંચય ભાગ ૧ અને ૨ (જયંત પારેખ સાથે) - ૧૯૯૯
૭) વીસમી સદીનું ગુજરાત (બકુલ ટેલર અને જયદેવ શુક્લ સાથે) - ૨૦૦૨
૮) સુરેશ જોષીનું સાહિત્ય વિશ્વ - ભાગ ૧ થી ૧૪ - ૨૦૦૩ થી ૨૦૧૪
૯) વિવેચનપોથી - ૨૦૦૮
૧૦) ગુજરાતી સાહિત્યવિવેચન શ્રેણી : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૧) ગુજરાતી સાહિત્યવિવેચન શ્રેણી : ઉમાશંકર જોષી ભાગ - ૨
૧૨) ગુજરાતી સાહિત્યવિવેચન શ્રેણી : સુંદરમ
૧૩) ગુજરાતી સાહિત્યવિવેચન શ્રેણી : રામનારાયણ પાઠક
૧૪) દૃશ્યકળા
સન્માન :  ૧) ધૂમકેતુ નવલિકા પુરસ્કાર ( આયનો માટે)
૨) સાહિત્ય અકાદમી પુરસ્કાર - દિલ્હી - ૨૦૦૯ (વાત આપણા વિવેચનની માટે)