સંજુ વાળા

સંજુ વાળા

જન્મ તારીખ :  07/11/1960
જન્મ સ્થળ :  બાઢડા, તા.સાવરકુંડલા
અભ્યાસ :  ૧) પ્રાથમિક શિક્ષણ - બાઢડા પ્રાથમિક શાળા - ૧૯૭૬
૨) ધો.-૧૦ - જે. વી મોદી હાઈસ્કુલ, સાવરકુંડલા- ૧૯૭૭
૩) ધો-૧૨ - જે. વી મોદી હાઈસ્કુલ, સાવરકુંડલા - ૧૯૭૯
૪) તેઓ કોલેજ શિક્ષણ માત્ર પ્રથમ વર્ષ પૂરતું અભ્યાસ કરી શક્યા હતા અને ત્યારબાદ તેમણે કોલેજ છોડી હતી.
વ્યવસાય :  ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ૧૯૭૯ના વર્ષમાં જોડાયા હતા અને હજુ પણ કામ કરે છે.
જીવન ઝરમર :  ૧) ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાર્યકારી સમિતિના સભ્ય- ૨૦૧૨ થી ૨૦૧૪.
૨) ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત વલી ગુજરાતી ગઝલકેન્દ્ર અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) કંઈક/કશુંક/અથવા પ્રતિ... (કવિતા-સંગ્રહ), ૧૯૯૦
૨) કિલ્લેબંધી (લાંબી કવિતા અને મુક્ત-છંદ), ૨૦૦૦
૩) રાગાધિનમ (કવિતા-ગીતો), ૨૦૦૭
૪) કવિતા નામ સંજીવની (ગઝલ સંગ્રહ ) ૨૦૧૪.
સંપાદન : ૧) અતિક્રમી તે ગઝલ (રાજકોટના કવિઓની ગઝલ), ૧૯૯૦
૨) કિન્શુકલય (નવી પેઢીની ગઝલ-સંકલન)
૩) કવિતાચયન-૨૦૦૭ (ગુજરાતી કવિતાઓ ૨૦૦૭ સંકલન) - ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત.
૪) ઘર જ સરોવર (કવિતા સંકલન: શ્યામ સાધુ), ૨૦૦૯, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
૫) યાદનો રાજ્યાભિષેક (ગઝલ સંકલન: શૂન્ય પાલનપુરી), ૨૦૧૨, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
૬) મનપાંચમના મેળામાં ( કવિતા સંકલન: રમેશ પારેખ), ૨૦૧૩, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત
સન્માન :  ૧) જયંત પાઠક કવિતા પુરસ્કાર - ૧૯૯૦ - (કંઈક/કશુંક/અથવા તો... માટે)
૨) શયદા એવોર્ડ - ૧૯૯૯
૩) આર. વી પાઠક પારિતોષિક - ૨૦૦૩
૪) નાનાલાલ કવિતા પારીતોષિક - ૨૦૦૩
૫) ડૉ ભાનુપ્રસાદ પંડયા એવોર્ડ (ગુજરાતી સાહિત્ય પરિષદ) - ૨૦૦૭ - ('રાગાધિનમ' માટે)
૬) દર્શક સાહિત્ય સન્માન (વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા) -૨૦૧૪
૭) કવિશ્રી રમેશ પારેખ સન્માન (અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા) - ૨૦૧૪
૮) હરિન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ - ૨૦૧૪