અખા ભગત (અખો)

અખા ભગત (અખો)

જન્મ તારીખ :  આશરે – ૧૫૯૧
જન્મ સ્થળ :  જેતલપુર – જિ.અમદાવાદ
મૃત્યુ તારીખ :  આશરે – ૧૬૫૬
મૃત્યુ સ્થળ :  અમદાવાદ
વ્યવસાય :  જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા.
જીવન ઝરમર :  --> તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે.

--> તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

--> અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.

--> આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.

--> તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું.

--> પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

--> અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે.

--> એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

--> અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) પંચીકરણ
૨) અખેગીતા
૩) ચિત્ત વિચાર સંવાદ
૪) ગુરૂ શિષ્ય સંવાદ
૫) અનુભવ બિંદુ
૬) બ્રહ્મલીલા
૭) કૈવલ્યગીતા
૮) સંતપ્રિયા
૯) અખાના છપ્પા
૧૦) અખાના પદ
૧૧) અખાજીના સોરઠા